શનિવાર, 5 જુલાઈ, 2014

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી વાતો...

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી વાતો...
   
* “કેમ છો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
* શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
*
કોઇએ લંબાવેલો (દોસ્તીનો  હાથ ક્યારેય તરછોડવો નહી.
*
આનંદમાં આવો ત્યારે બીજાને પણ સહભાગી બનાવો.
* કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય..
* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
* દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.
* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવો .
* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને ક્યારેય કાપશો નહીં.
* જેને તમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
* કુટુંબના સભ્યો સાથે પિકનિક પર વારંવાર જવાનું ગોઠવો.
* ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
* પત્તા કે વ્યર્થ ગેમો રમીને સમય વેડફો નહીં.
* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
* ફોનની ઘંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમાં અવશ્ય હાજરી આપો.
* બીજાની સિદ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
* ઘરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
* તમારી ઓફિસે કે ઘરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે
* ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
* શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.
* બચત કરવાની શિસ્ત પાળો.
* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનવાનો પ્રયત્ન કરો.
* યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
* કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
* ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું

ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ

** ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ **

અર્વાચીન કવિતા
બાપાની પીપર (દલપતરામ)
પ્રહસન નાટક
 મિથ્યાભિમાન (દલપતરામ)
નાટક
લક્ષ્મી (દલપતરામ)
કરૂણ પ્રશસ્તિ કાવ્ય
ફાર્બસ વિરહ (દલપતરામ)
નવલકથા
કરણઘેલો (નંદશંકર મહેતા)
મહાનવલકથા
સરસ્વતીચંદ્ર (ગોવર્ધનરામ ત્રિપાઠી)
આત્મકથા
મારી હકીકત ( નર્મદ)
જીવનચરિત્ર
કોલંબસનો વૃતાંત (પ્રાણસુખલાલ મથુરદાસ)
પ્રબંધ કાવ્ય
કાન્હ્ડે પ્રબંધ (પજ્ઞનાભ ૧૪૫૬)
લોકવાર્તા
હંસરાજ-વચ્છરાજ (વિજયભદ્ર ૧૩૫૫)
રાસ
ભરતેશ્વર બાહુબલિરાસ  (શાલિભદ્રસુરિ ૧૧૮૫)

સમાસ-નિપાત-કૃદંત


છંદ


લેખક અને તેમના ઉપનામ/તખલ્લુસ


લેખક અને તેમના ઉપનામ/તખલ્લુસ

પ્રેમસખિ
પ્રેમાનંદ સ્વામી
અઝિઝ
ધનશંકર ત્રિપાઠી
અદલ
અરદેશર ખબરદાર
અનામી
રણજિતભાઈ પટેલ
અજ્ઞેય
સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી
ભોગીલાલ ગાંધી
ઉશનસ્
નટવરલાલ પંડ્યા
કલાપી
સુરસિંહજી ગોહિલ
કાન્ત
મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ
દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ
કનૈયાલાલ મુનશી
ગાફિલ
મનુભાઈ ત્રિવેદી
ચકોર
બંસીલાલ વર્મા
ચંદામામા
ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ
બાલાભાઈ દેસાઈ
જિપ્સી
કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો
બકુલ ત્રિપાઠી
દર્શક
મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી
રામનારાયણ પાઠક
ધૂમકેતુ
ગૌરીશંકર જોષી
નિરાલા
સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ
મગનલાલ પટેલ
પારાર્શય
મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય
હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી
મધુસૂદેન પારેખ
પુનર્વસુ
લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ
કવિ ન્હાનાલાલ
ફિલસુફ
ચીનુભઈ પટવા
બાદરાયણ
ભાનુશંકર વ્યાસ
બુલબુલ
ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર
ઈબ્રાહીમ પટેલ
બેફામ
બરકતઅલી વિરાણી
મકરંદ
રમણભાઈ નીલકંઠ
મસ્ત, બાલ, કલાન્ત
બાલશંકર કંથારિયા
મસ્તકવિ
ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર
રસિકલાલ પરીખ
લલિત
જમનાશંકર બૂચ
વનમાળી વાંકો
દેવેન્દ્ર ઓઝા
વાસુકિ
ઉમાશંકર જોશી
વૈશંપાયન
કરસનદાસ માણેક
શયદા
હરજી દામાણી
શિવમ સુંદરમ્
હિંમતલાલ પટેલ
શૂન્ય
અલીખાન બલોચ
શૌનિક
અનંતરાય રાવળ
સત્યમ્
શાંતિલાલ શાહ
સરોદ
મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી
ધીરુભાઈ ઠાકોર
સાહિત્ય પ્રિય
ચુનીલાલ શાહ
સેહેની
બળવંતરાય ઠાકોર
સુધાંશુ
દામોદર ભટ્ટ
સુન્દરમ્
ત્રિભુવનદાસ લુહાર
સોપાન
મોહનલાલ મેહતા
સ્નેહરશ્મિ
ઝીણાભાઈ દેસાઈ
સહજ
વિવેક કાણે

MY SCHOOL

http://www.sungraceschool.in