ध्यान मंत्रया कून्देन्दुतुषाहार धवला या शुभ्रवस्त्रावृत्ता या वीळा वरदन्डमन्डितकरा या श्र्वेंतपद्मासन। या ब्रह्माच्युत शड्कर प्रभुतिमिदेँ वै सदावन्दिता सामांपातु सरस्वती भगवती नि:शैष जाडयापहा।। તેજસ્વી પ્રાણવાન થાજો સદા શિક્ષણ આપણું, ન કદાપિ થજો ભિન્ન વિદ્રેષે મન આપણું. |
સ્વાગત ગીતઆવો મહેમાન અમ આંગણિયે રે.....આવો અમારે આંગણિયે રે....... આવો અમ મંદિરમાંને મંદિર શોભાવો, પ્રેમભીનાં હૈયામાંથી પ્રેમ અમે અર્પીએ.... પ્રેમ સ્વીકારી અમ અંતર નચાવો, આવો અમારે આંગણિયે રે.... ફુલ નથી ફુલોની પાંખડી અર્પીએ, પાંખડી સ્વીકારી અમ અંતર નચાવો, આવો અમારે આંગણિયે રે..... અમ અંતરના દ્રારેથી દીપક જલાવી, દીપક જલાવી અમ અંતરદીપાવો, આવો અમારે આંગણિયે રે.... |
રાષ્ટ્ર ગીતજનગણમન અધિનાયક જય હે-ભારત ભાગ્ય વિધાતા પંજાબ, સિંધ, ગુજરાત,મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ વિન્ધ્ય, હિમાચલ, યમુના, ગંગા ઉચ્છલ-જલધિ તરંગ તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માંગે, ગાહે તવ જય ગાથા જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે!જય હે!જય હે! જય જય જય જય હે- |
અંતર મમ વિકસિત કરોઅંતર મમ વિકસિત કરી અંતરતર હે! (૨)નિર્મળ કરી ઉજ્જવળ કરી, સુંદર કરો હે..(૨) અંતરતર જાગ્રત કરી ઉઘત કરો નિર્ભય કરી હે, (૨) મંગલ કરો નિરલસ નિરલસ નિ:સંશય કરો હે..અંતર યુકત કરો હે સાબાર સંગે, મુકત કરો હે બંધ (૨) સંચાર કરો, સકલ ધર્મે શાંત તોમાર છંદ..(૨) અંતરતર ચરણ પદ્મ મમ ચિત નિસ્પંદિત કરો હે (૨) નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો, હે... અંતરતર |
વૈષ્ણવજનવૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈજાણેરેપર દુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણેરે. સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેનીરે વાચ કાછ મન નિશ્ર્વલ રાખે ધનધન જનની તેનીરે સમદ્રષ્ટિને તૃષ્ણાત્યાગી પરસ્ત્રી જેને માતરે જિહવા થકી અસત્યન બોલે પરધન નવ ઝાલેહાથરે મોહ માયા વ્યાપે નહિ જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાંરે રામ નામ શું તાળી લાગી સકળ તીરથ તેના તનમાંરે વણ લોભીને કપટરહિત છે કામ ક્રોધ નિવાર્યારે ભણેનરસૈયો તેનુ દરશન કરતાં કુળ ઈકોતેર તાર્યારે. |
પ્રેમળ જયોતિપ્રેમળ જયોતિ તારો દાખવીમુજ જીવન-પંથ ઉજાળ દૂર પડયો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર, માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ, મારો જીવન પંથ- ઉજાળ ૧ ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય. દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલુ બસ થાય, મારે એક ડગલું બસ થાય. ૨ આજ લગી રહયો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર, આપ-બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ, હવે માગુ તુજ આધાર. ૩ ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ, વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ, મારે આજ થકી નવું પર્વ. ૪ તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમ ભેર નિશ્ર્વ મને તે સ્થિર પગલેથી ચલાવી પહોંચાડશે ઘેર, દાખવી પ્રેમળ જયોતિની સેર. ૫ કર્મભૂમિ કળણભરેલી, ને ગિરિવર કેરી કરાડ, ધસમસતાં જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ, મને પહોંચાડશે નિજ દ્રાર. ૬ રજની જશે ને પ્રભાત ઉજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ દિવ્ય ગણોનાં વદન મનોહર મારે હદય વસ્યાં ચિરકાળ જે મેં ખોયાં હતાં ક્ષણવાર. ૭ |
મંગલ મંદિર ખોલોમંગલ મંદિર ખોલોદયામય મંગલ મંદિર ખોલો જીવનવન અતિવેગે વટાવ્યું દવારઉભો શિશુભોળો તિમિર ગયુને જયોતિ પ્રકાશ્યો શિશુને ઉરમાંલો લો નામ મધુર તમ રળ્યો નિરંતર શિશુસહ પ્રેમે બોલો દિવ્ય તૃષાનુર આવ્યો બાળક પ્રેમ અમીરસ ઢોળો દયામય મંગલ મંદિર ખોલો |
મૈત્રીભાવનું ઝરણુંમૈત્રિ ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,શુભ થાઓ આ સકલ વિશ્ર્વનું, એવી ભાવના નિત્ય રહે ગુણથી ભણેલા ગુણીજન દેખી, હેયું મારૂ નૃત્ય કરે, એ સંતોના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્ધ્ય ધરે, દીન ક્રુર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આંખોથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે, માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉંપેક્ષા એ મારગની, તોય સમતા ચિત ધરૂં ચદ્રપ્રભાની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરનાં પાપ તજીને મંગળ ગીતો એ ગાવે. મૈત્રિ ભાવનું. |
જીવન અંજલિમંગળવારજીવન અંજલિ થાજો! મારું જીવન અંજલિ થાજો! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો; દીન દુખિયાંનાં આંસુ લો, તાં અંતર કદી ન ધરાજો! મારું જીવન અંજલિ થાજો! સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો; ઝેર જગતનાં જીરવી અમૃત ઉરનાં પાજો! મારું જીવન અંજલિ થાજો! વણ થાકયા ચરણો મારા નિત તારી સમીપે થાજો; હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો! મારું જીવન અંજલિ થાજો! વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો; શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો! મારું જીવન અંજલિ થાજો! (“મધ્યાહન”) |
પ્રભો અંતરયામીપ્રભો!અંતર્યામી!જીવન જીવના!દીન શરણા!પિતા!માતા!બંધુ!અનુપમ સખા!હિતકરણા! પ્રભા કીર્તિ કાંતિ ધન વિભવ સર્વસ્વ જનના! નમુ છું વંદુ છું વિમલ મુખ સ્વામી જગતના! વસે બ્રહ્માડોમાં, અમ ઉંર વિશે વાસ વસતો, તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો નમું આત્મા ઢળી, નમન લળતી દેહ નમજો. નમું કોટી વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો અસત્યો માંહેથી પ્રભુ!પરમ સત્યે તું લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ!પરમ તેજે તું લઈ જા મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા તું હીણો હું છું તો તુજ દરસના દાન દઈ જા. -કવિ નાનાલાલ |
શનિવારપ્રાત:સ્મરામિ હદિ સંસ્ફુરદ્ર આત્મ તત્વમસત્-ચિત્-સુખં પરમ હંસ-ગતિં તુરીયમ્ । યત્ સ્વપ્ન-જાગર-સુષુપ્તમ્ અવૈતિ નિત્યમ્ તદ બ્રહ્મ નિષ્કલમ્ અહંન ચ ભૂત સઘ ।। ૧ ।। કરાગ્રે વસતે લક્ષ્મી:કરમૂલે સરસ્વતી । કર મધ્યે તું ગોવિંદ:પ્રભાતે કર દર્શનમ્ ।। ૨ ।। સમુદ્ર વસને દેવિ!પર્વત સ્તન મડલે । વિષ્ણુ પત્નિ!નમસ્તુભ્યં પાદ સ્પર્શ ક્ષમસ્વમે ।। ૩ ।। શુકલાં બ્રહ્મ વિચારસાર પરમા માદ્યાં જગદવ્યાપિની વીણા પુસ્તક ધારિણીમભયદા જાડયાન્ધ કારા પહામ્ । હસ્તે સ્ફાટિક માલિકાં વિદ્રતીં પદમાસને સંસ્થિતામ્ વન્દે તાં પરમેશ્ર્વેરી ભગવતી બુધ્ધિપ્રદાં શારદામ્ ।। ૪ ।। ગુરુ ર્બ્રહ્મા ગુરુ વિષ્ણુ:ગુરુર્દેવો મહેશ્વર: ગુરૂ:સાક્ષાત્પરં બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:।। ૫ ।। ................................................................................................... ઓ ઇશ્વર ભજીએ તને......ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ... હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ... પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય... અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય... સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત... વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ... આસ પાસ આકાશમાં, હૈયામાં આવાસ ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિ નો વાસ... ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત... ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ... જોવા આપી આંખડી, સાંભળવાને કાન જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન... ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર પ્રુથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર... તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ... અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર... કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ... ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ... મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ... ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ... 1) YA KUNDE TUSHAR PRAYER DOWNLOAD 2) OM TATSAT 3) AE MALIK TERE |
ગાંધીજી“પ્રાર્થનાઈશ્વરને રાજી કરવાને સારું કરવાની નથી. કારણ કે તેને આપણી સ્તુતિ જોઈતીનથી. પ્રાર્થના તો આપણાં દિલને સાફકરવાને સારુ જેમ શરીરને માટે ખોરાકઆવશ્યક છે, તેમ આત્મા માટે પ્રાર્થના આવશ્યક છે. માણસ ખોરાક વિના ઘણાદિવસચલાવે પણ પ્રાર્થના વિના ક્ષણવાર પણ ન જીવી શકવું જોઈએ મને તો શંકાનથી કે આજે આ વાતાવરણ કજિયા, કંકાસ અને મારામારીથી ભરેલું છે તેનું કારણ એછે કે આપણામાં સાચીપ્રાર્થનાની ભાવના નથી” |
વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય........ હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
પ્રાથઁનાપોથી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
-
લેખક અને તેમના ઉપનામ/તખલ્લુસ પ્રેમસખિ પ્રેમાનંદ સ્વામી અઝિઝ ધનશંકર ત્રિપાઠી અદલ અરદેશર ખબ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો