રવિવાર, 1 જૂન, 2014

MAA.....

મમતાનો મહાસાગર એટલે ‘ મા ’

મમતાનો મહાકુંભ એટલે ‘ મા ’

સ્નેહની કવિતા એટલે ‘ મા ’

દરિયાદીલી એટલે ‘ મા ’

સ્નેહની સરિતા એટલે ‘ મા ’

સ્નેહનો સરવાળો એટલે ‘ મા ’

બાળક જ્યારે આ પૃથ્વી પર અવતરે છે,

ત્યારે શિખ્યા વિના પ્રથમ શબ્દ તે “ મા ” બોલે છે.

‘ મા ’ ના ખોળામાં બાળક સૌથી વધુ સલામત હોય છે.

‘ મા ’ ના પ્રેમ વિના પણ પ્રભુ ભક્તિ અધુરી છે. પ્રભુ પણ ‘ મા ’

ને વંદન કરે છે. ‘ મા ’ નો પ્રેમ અંતરની ઉર્મિઓમાંથી પ્રગટે છે.

આપણે જ્યારે તકલીફમાં હોઈએ, ત્યારે સ્વભાવિક જ આપણાંથી ‘ મા ’

શબ્દ તરત જ બોલાય જાય છે. ઓ ‘ મા ’ તું મને બચાવ. ‘ મા ’ ના

તમામ સંબધો ‘ મા ’ થી શરૂ થાય, ક્યાંતો ‘ મા ’ થી પૂર્ણ થાય.

‘ મા ’ ની બહેન ‘ માસી ’ અને તેનો પતિ ‘ માસાજી’ થાય.

‘ મા ’ નો ભાઈ ‘ મામા ’ અને તેની પત્ની ‘ મામી ’ થાય.

માફી આપવામાં અને માંદગીમાં “ મા ” પ્રથમ હોય છે.

માલિકમાં પણ ‘ મા ’ પ્રથમ હોય છે.

બાળક ‘ મા ’ શબ્દ શીખવા દુનિયાની

કોઈ પાઠશાળામાં જતો નથી, તે

બાળકના ‘ મા ’ શબ્દથી ભાષાની શરૂઆત થાય છે.

SATYA PARESHAN JAROOR HAI.....LEKIN PARAJEET NAHI SO ALWAYS BE HAPPY MY NEAR AND DEAR AND MY KNOWN AND UNKNOWN FRIENDS

એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યુ હતું. લગભગ
10 માળ જેટલું કામ પુરુ થયું હતું. એક વાર સવારના સમયે
કંસ્ટ્રકશન કંપનીનો માલિક ઇમારતની મુલાકાતે આવ્યો.
એ 10માં માળની છત પર આંટા મારી રહ્યો હતો.
ત્યાંથી નીચે જોયુ તો એક મજુર કામ કરી રહ્યો હતો.
માલિકને મજુર સાથે વાત કરવાની ઇચ્છા થઇ.માલિકે
ઉપરથી મજુરને બુમ પાડી પણ મજુર કામમાં વ્યસ્ત
હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી એને
માલિકનો અવાજ ન સંભળાયો. થોડીવાર પછી મજુરનું
ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે માલિકે ઉપરથી 10
રૂપિયાનો સિક્કો ફેંક્યો. આ સિક્કો મજુર કામ
કરતો હતો ત્યાં જ પડ્યો. મજુરે તો સિક્કો ઉઠાવીને
ખીસ્સામાં મુકયો અને કામે વળગી ગયો.માલિકે હવે
100ની નોટ નીચે ફેંકી. નોટ
ઉડતી ઉડતી પેલા મજુરથી થોડે દુર પડી.
મજુરની નજરમાં આ નોટ આવી એટલે લઇને
ફરીથી ખિસ્સામાં મુકી દીધી અને કામ કરવા લાગ્યો.
માલિકે હવે 500ની નોટ નીચે ફેંકી તો પણ પેલા મજુરે એમ
જ કર્યુ જે અગાઉ બે વખત કર્યુ હતું. માલિકે હવે
હાથમાં નાનો પથ્થર લીધો અને પેલા મજુર પર માર્યો.
પથ્થર વાગ્યો એટલે મજુરે ઉપર જોયું અને
પોતાના માલિકને ઉપર જોતા તેની સાથે વાત ચાલુ
કરી.મિત્રો, આપણે પણ આ મજુર જેવા જ છીએ.
ભગવાનને આપણી સાથે વાત કરવાની ઇચ્છા હોય છે એ
આપણને સાદ પાડીને બોલાવે છે પણ આપણે
કામમાં એવા વ્યસ્ત છીએ કે પ્રભુનો સાદ આપણને
સંભળાતો જ નથી. પછી એ નાની નાની ખુશીઓ આપવાનું
શરુ કરે છે પણ આપણે એ ખુશીઓને ખિસ્સામાં મુકી દઇએ
છીએ ખુશી આપનારાનો વિચાર જ નથી આવતો. છેવટે
ભગવાન દુ:ખ રૂપી નાનો પથ્થર આપણા પર ફેંકે છે અને
તુંરત જ ઉપર ઉભેલા માલિક સામે જોઇએ છીએ..

DR.KALAM'S THOUGHT


SWARG NI MATI....

એક શાળામાં એક શિક્ષકને એના વર્ગના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતા કહ્યુ, “ સર , બીજા બધા વર્ગમાં શિક્ષકો વિદ્યાર્થીઓને નવા-નવા પ્રોજેક્ટ આપે છે. આપ તો માત્ર ભણાવો જ છો. અમને પણ કંઇક નવો પોજેકટ આપોને જેથી અમે પણ બીજા વર્ગના વિદ્યાર્થીઓની જેમ કંઇક પ્રેકટીકલ કરવાની મજા લઇ શકીએ.”
શિક્ષકે બધી જ વાત ધ્યાનથી સાંભળ્યા પછી કહ્યુ , “ સારુ, હું તમને બધાને એક સરસ મજાનો પ્રોજેક્ટ આપુ છું આવતી કાલે તમારે બધાએ સ્વર્ગની માટી લાવવાની છે બસ આ તમારા માટેનો પ્રોજેક્ટ.” વિદ્યાર્થીઓ તો વાત સાંભળીને મુંઝાયા કે આવો તે કંઇ પ્રોજેક્ટ હોતા હશે ! સાહેબ આપણને બધાને મુર્ખાઓ સમજતા લાગે છે.
બીજા દિવસે વર્ગ ચાલુ થયો એટલે શિક્ષકે આવીને કહ્યુ , “ તમને કાલે એક કામ સોંપવામાં આવ્યુ હતું. જેટલાએ એ કામ પુરુ ન કર્યુ હોય તે ઉભા થાવ.” બધા જ વિદ્યાર્થીઓ ઉભા થઇ ગયા પરંતું શિક્ષકનું ધ્યાન ગયુ કે વચ્ચે બેઠેલો એક વિદ્યાર્થી ઉભો નથી થયો. શિક્ષકે ગુસ્સા સાથે કહ્યુ, “ તું કેમ ઉભો ન થયો ?”
વિદ્યાર્થી આગળ આવ્યો અને પોતાના દફતરમાંથી એક નાની ડબી કાઢી અને એ ડબીમાં રહેલી માટી બતાવીને કહ્યુ , “ સર , પણ હું તો સ્વર્ગની માટી લાવ્યો છું !” શિક્ષકે ખીજાઇને કહ્યુ, “ તું શું મને મુરખ સમજે છે ? મે તો કાલે તમને મજાકમાં કહ્યુ હતુ કે સ્વર્ગની માટી લઇ આવજો મને ખબર જ હતી કે બધા ધોયેલા મુળાની જેમ જ આવવાના છે કારણ કે મર્યા વગર સ્વર્ગે ન જવાય તો માટી ક્યાંથી આવે ?”
વિદ્યાર્થીએ કહ્યુ, “ સર, થોડા દિવસ પહેલા જ સવારની પ્રાર્થના વખતે આપ કહેતા હતા કે માતાના ચરણોમાં સ્વર્ગ છે. ખેતરમાં કામ કરતી મારી માં ના પગમાં ચોંટેલી આ માટી છે તો એને સ્વર્ગની માટી કેમ ન કહેવાય ?”

7th STD STUDENT'S PRATHNA CHHITHI...

Tr. nilkanth gamit

*સાંઈરામ દવેની એક હ્રદય સ્પર્શી રચના રજુ કરૂ છુ અચુક વાંચવા જેવી છે*
** પ્રાર્થના ચિઠ્ઠી **

(એક શિક્ષકની વેદના, એક બાળકની કલમે)

પ્રતિ,
શ્રી ભગવાન, ઈશ્વરભાઈ પરમાત્મા,
(શંખચક્રવાળા)
સ્વર્ગલોક, નર્કની સામે,
વાદળાની વચ્ચે,
મું. આકાશ.

પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવવાનું કે હું તારા ભવ્ય મંદીરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાના ઘરકામ કરવા જાય છે. 'હું શું કામ ભણુ છું એની મારા માબાપ ને ખબર નથી. કદાચ શિષ્યવ્રૂતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાથી મળે છે એટલે મારા માબાપ મને રોજ નિશાળે ધકેલે છે. ભગવાન, બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે. મારા સાહેબે કીધું'તું કે તું સાચી વાત જરૂર સાંભળે છે...!

પ્રશ્ન-1— હું રોજ સાંજે તારા મંદીરે આવુ છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદીરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુંય કેમ નથી?...દર ચોમાસે પાણી ટપકે છે. આ મને સમજાતું નથી...!

પ્રશ્ન-2— તને રોજ બત્રીસ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતોય નથી... અને હું દરરોજ બપોરે મદયાહન ભોજનના એક મુઠી ભાતથી ભૂખ્યો ઘરે જાંઉં છું...! આવું કેમ...?

પ્રશ્ન-3— મારી નાની બેનનાં ફાટેલાં ફ્રોક ઉપર કોઈ થીગડુય મારતું નથી અને તારા નવાં-નવાં પચરંગી વાઘા! સાચુ કહું ભગવાન હું રોજ તને નહીં તારા કપડા જોવા આવું છું...!

પ્રશ્ન-4— તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને 15મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજુ કરું છું ત્યારે સામે હોય છે માત્ર મારા શિક્ષકો.....ને બાળકો...હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય ''મારા મંદિરે'' કેમ ડોકાતા નથી....!

પ્રશ્ન-5— તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવસ્ટાર હોટલ જેવું મંદિર છે ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ! મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો, તો'ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ, તો'ય અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી....?

શક્ય હોય તો પાંચેય ના જવાબ આપજે... મને વાર્ષિક પરિક્ષામાં કામ લાગે...! ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માબાપ પાસે ફી ના કે ટ્યુશનના પૈસા નથી.. તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું.... વિચારીને કે'જે....! હું જાણું છું તારે'ય ઘણાયને પૂછવું પડે એમ છે.
પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પેલાં જો તું મારામાં દયાન નહીં આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.5 ના ભવ્ય પગારથી નોકરીએ રાખી દે શે...! ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ....પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ....!
જલ્દી કરજે ભગવાન.... સમય બહુ ઓછો છે' તારી પાસે....અને મારી પાસે પણ.....!

લી. એક સરકારી
શાળાનો ગરીબ વિધ્યાર્થી
અથવા
ભારતના એક ભાવિ
મજૂરના વંદે માતરમ્....

SHIKSHAK VISHE...





जन्म देने वालों से अच्छी शिक्षा देने वालों को अधिक सम्मान दिया जाना चाहिए; क्योंकि उन्होंने तो बस जन्म दिया है ,पर उन्होंने जीना सीखाया है.

एक औसत दर्जे का शिक्षक बताता है. एक अच्छा शिक्षक समझाता है. एक बेहतर शिक्षक कर के दिखाता है.एक महान शिक्षक प्रेरित करता है.

यदि मैं दो अन्य लोगों के साथ चल रहा हूँ , तो वो दोनों मेरे गुरु की तरह काम करेंगे.मैं एक की अच्छी बातें पकडूँगा और उनका अनुकरण करूँगा, और दूसरे की बुरी बातें पकडूँगा और उन्हें अपने अन्दर सही करूँगा.

अगर किसी देश को भ्रष्टाचार – मुक्त और सुन्दर-मन वाले लोगों का देश बनाना है तो , मेरा दृढ़तापूर्वक मानना है कि समाज के तीन प्रमुख सदस्य ये कर सकते हैं. पिता, माता और गुरु.

यदि आपको लगता है कि आपका शिक्षक सख्त है तो तब तक इंतज़ार करिए जब तक आपको बॉस नहीं मिल जाता है. उसका कोई कार्यकाल नहीं है.

असफलता हमारी शिक्षक होनी चाहिए, हमारा अंत करने वाली नहीं. असफलता देरी है, हार नहीं. यह एक अस्थायी चक्कर है, गतिरोध नहीं. असफलता को हम केवल ना कुछ बोल के, ना कुछ कर के और ना कुछ बन के बच सकते हैं.

PREM KONE KAHEVAY...

શું પત્ની ને I LOVE U કહો તે ને જ પ્રેમ કેહવાય?
શું જાનું જાનું કહી ને ફરો તેને જ પ્રેમ કહેવાય ?
શું રજા ના દિવસે બહાર જમવા લય જાવ તેને જ પ્રેમ કહેવાય ?
શું વેકેશન ના દિવસો માં કોઈ પહાડી વિસ્તાર માં ફરવા લયજાવ તેને જ પ્રેમ કહેવાય ?
શું કોઈ તેને કઈ કહે અને તમે તેની તરફેણ માં બોલો તેને જ પ્રેમ કહેવાય ?...
આ બધું કર્યું તે પ્રેમ ની નિશાની કહેવાય ,
*દિવાળી ના દિવસો માં પત્ની ઘર સાફ કરતી હોય અને કહો કે સાંજે જમવાનું નો બનાવતી
હું બહાર થી લય આવીશ આ ને પણ પ્રેમ જ કહેવાય*
*હું બહાર જાવ છુ આવા માં મોડું થશે એટલે તું સુય જજે હું લોક ની ચાવી
લેતો જાવ છુ આને પણ પ્રેમ જ કહેવાય,*
*બહાર થી આવી આઘે થી ગાડી બંધ કરી અને ધીમે થી દરવાજો ખોલો
આને પણ પ્રેમ જ કહેવાય,*
*પાણી પેલા નળ માંથી ન લેતા ડાયરેક માટલા માંથી ભરી લો જેથી પાણી ગ્લાસ માં પડે તેનો અવાજ ન આવે અને હળવેક થી ગ્લાસ મૂકી દો આને પણ પ્રેમ જ કહેવાય,*
*રસોડા ની બારી બંધ કરવા નું ભૂલી ગય લાગે છે એમ સમજી હળવેક થી બારી બંધ કરો
આને પણ પ્રેમ જ કહેવાય*
રૂમ માં જાવ જોવો ઠંડી બોવ છે છતાં આ ઓઢવા નું ભૂલી ગય લાગે છે કા તો ઓઢેલું સરકી ગયું લાગે છે એમ સમજી હળવે હાથે ઓઢાડી દો , સાહેબ આને પણ પ્રેમ જ કહેવાય*
*પોતે થાકી ગયા છે કે નય તે નો વિચારતા ન કરતા પણ આજે તે (પત્ની )થાકી ગય હશે ઘરનું કામ કરતા કરતા તે વિચારતા સુય જાવ આને પણ પ્રેમ જ કેવાય*
*સવારે જાગી ને પોતાની પથારી વાળી લો જેથી તેને તેટલું ઓછુ એવું સમજો તો , સાહેબ એને પણ પ્રેમ જ કહેવાય*
*તે ચા-ભાખરી બનાવે ત્યાં સુધી માં તમે નાય ને રૂમાલ જાતે સુકવી દો તો આ પણ એક મૂંગો પ્રેમ જ કહેવાય*
"પ્રેમ પ્રેમ સબ કોઈ કહે
પ્રેમ ન જાણે કોઈ ..........
સાચો પ્રેમ જો જાણે ,
તો જગ મેં જુદા રહે ના કોઈ"
કબીર

"પ્રેમ તો કરું છુ તને ગાંડી,
પણ ઈઝહાર નથી કારતો,
જે ઈઝહાર કરતા હોય છે
ત્યાં હજી ખરો પ્રેમ નથી હોતો"

MY SCHOOL

http://www.sungraceschool.in