શનિવાર, 31 મે, 2014

one day everything will be ok so don't worried.....


આપણું સુરત

સુરત વિશે
  • સુરત શહેર દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી માત્ર ૧૪ કિલોમીટરના અંતરે આવેલ શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૧.૧૭° ઉ અક્ષાંશ તથા ૭૨.૮૩° પૂ રેખાંશ છે. તાપી નદીના દક્ષિણ તટ પર વસેલું છે. તાપીના મુખ પ્રદેશથી ૧૪ માઇલના અંતરે આવેલું છે. આ શહેર ખૂબ જ રમણીય છે.સુરત ગુજરાતનું બીજા નંબરનું(ભારતનુ નવમું) મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. સુરતમાં વિશ્વનાં ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (ઝરી અને કિનખાબ) અને ડાઈંગનો છે.સાલ ૨૦૦૮ મા સુરત (૧૬.૫ % GDP) ભારત ના સર્વાધિક GDP વિકાસ દર ધરાવતા શેહરો માનું એક હતું.
ઈતિહાસ
  • સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર પહેલા મુઘલો ત્યાર બાદ પોર્ટુગીઝો અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું. ઐતિહાસીક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૂષ્ણ જ્યારે મથુરા થી દ્વારકા જતા હતાં ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોક નાં સોપારા (મુંબઇ) અનેં સૌરાષ્ટ્ર નાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુર ને લાટ પ્રદેશ નું મુખ્ય નગર ગણવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાતવાહનનું સામ્રાજ્ય દખ્ખણ પ્રદેશ થી લાટ તરફ વિસ્તર્યુ હતુ પણ તે ફક્ત દમણની આસપાસ ના મહાળ ક્ષેત્ર પુરતુ સીમીત હતું તેમની ઇચ્છા સુર્યપુરને મેળવવાનીં હતી પણ તે થઇ શક્યું નહીં. ત્યાર બાદ સોલંકી કાળ દરમ્યાનં તે ગુજરાત નું એક મહત્વનું બંદર બની રહ્યું ૧૬ મી સદી દરમ્યાન મુઘલકાળમાં સુરત તો ભારત નું એક સમુધ્ધ શહેર અનેં બંદર બનીં ગયું તેથી તેનીં સુરક્ષામાટે સમગ્ર શહેરનીં ફરતે એક મજબુત અનેં ઉંચો કોટ બાંધવામાં આવ્યો જેનું નામં આપવામાં આવ્યું "શેહરે પનાહ"જેનેં સ્થાનીક લોકો નાંનાં કોટ તરીકે પણં ઓળખતા હતાં વખત જતાં શહેર વિસ્તરતું ગયું અનેં તે "શેહેરે પનાહ"નીં બહાર નીકળી ગયું , સુરતની સમુર્ધ્ધી દિન-પ્રતીદિનં વધી રહી હતી તેથી શહેરનીં સુરક્ષાનોં પ્રશ્ન ફરી ઉદભવ્યો તેથી ફરી એક વખત નવા શહેરને સુરક્ષા આપવા એક નવા કોટ નું નિર્માણ થયું જેનેં નામ આપવામાં આવ્યુઆલમ પનાહ જેને સ્થાનીક લોકો "મોટા કોટ" તરીકે ઓળખતા હતા.
ભૌગોલિક સ્થાન
  • સુરત તાપી નદીના કિનારે વસેલું એક બંદર છે. જોકે તાપી નદી ઉપર બનાવાયેલા બંધોના કારણે હાલનું બંદર ખુબજ નાનું થઈ ગયું છે. જે હજીરા પાસે આવેલ છે. સુરતની આસપાસ તાપી જિલ્લો,ભરૂચ જિલ્લો,વલસાડ જિલ્લો, નર્મદા જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લા આવેલા છે જ્યારે પશ્ચિમે અરબી સમુદ્ર આવેલ છે. નક્શા મુજબ સુરત ૨૧.૧૭° ઉ. અક્ષાંશ અને ૭૨.૮૩° પૂ. રેખાંશ ઉપર આવેલ છે.
આઝાદી પછી
  • આઝાદી પછી પણ ત્રીસેક વર્ષ સુધી સુરત વડોદરા પછીના ત્રીજા સ્થાને આવતું. ઇ. સ. ૧૯૮૦ના દાયકામાં, પહેલાં કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગના વીજવેગી વિકાસને લીધે આજે સુરત ગુજરાતનું જ નહિ પણ ભારતનું સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર છે. સુરતનો ટુંક સમયમાં ઘણા મોટા પાયે વિકાસ થયો પણ તેની સામે શહેરી સરકારી સેવાઓ ઘણી અવિકસિત રહી હતી. એને લીધે સુરત લગભગ આખા ભારતનું ગંદામાં ગંદુ શહેર બની રહ્યું હતું. પરંતુ એસ.આર.રાવ ના આગમન બાદ સુરતની કાયા પલટાઇ ગઇ. સુરત આજે ભારતનું ત્રીજા નંબરનું સ્વચ્છ શહેર છે.
આજનું સુરત
  • ૧૯૯૪ના ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધેજ મરેલા પશુ પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનાદિના અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમતો ૨૫ લાખની વસ્તીમાં ખાલી ૪૦ જેટલાજ લોકોને રોગની અસર થઇ પણ આખા દેશમાં એના પડઘા પડ્યા હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું. સુરતથી આવેલા માણસ તેમજ વાહનોને કોઇ પણ જગ્યાએ આવવા દેવાયા નહીં. પ્લેગને લીધે આખરે શહેર, રાજ્ય તેમજ દેશની સરકારો જાગી. ત્યારના મ્યુનિસિપલ કમિશ્નર સુર્યદેવરા રામચંદ્ર રાવની બાહોશ કામગીરીથી સુરતની ગણના આજે દેશના સૌથી ચોખ્ખા શહેરોમાં થાય છે.
  • બીજીવાર ૧૧ ઓગસ્ટ ૨૦૦૬એ થયેલી અત્યાધિક વર્ષા અને નદીમાં આવેલા પુરને લીધે લગભગ આખું શહેર પાણીમા ડુબેલુ હતુ. આ વખતનુ પુર સુરતના ઇતિહાસનુ સૌથી વિનાષક પુર હતુ. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનુ નુક્સાન થયુ હતું. આ પુરને લીધે લગભગ આખા શહેરને ૪૦ વર્ષૉ સુઘી પહોચાડી શકાય તેટલુ પાણી દરીયા મા વહી ગયુ હતુ.
  • સુરત ની મહાનગરપાલિકા ની ગણતરી ભારતની આગળ પડતી મહાનગરપાલિકા મા થાય છે.અને મહાનગરના કાર્ય ખુબજ વખાણવા યોગ્ય છે.
  • રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની છે. સુરતની માથાદીઠ આવક રૂ.૪,૫૭,૦૦૦ છે જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ.૩,૨૮,૦૦૦ છે.
  • આ ઉપરાત સુરત દેશનુ સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસ્તીના લગભગ ૭૪ ટકા એટલે કે ૩૩ લાખ લોકો ૩૫ વર્ષથી આછી ઉમર ધરાવે છે જેની સુરત વાસીઓ ઘણા સમયથી રાહ જોતા હતાં તેવું આંતરિક હવાઇ મથક (domestic airport) ૨૯ એપ્રિલ, ૨૦૦૭નાં ખુલ્લુ મુકવામાં આવ્યું જ્યાંથી પ્રથમ ફ્લાઇટ ૬ મે, ૨૦૦૭નાં રોજ શરૂ કરવામાં આવી.
  • આજે સુરતમાં કતારગામમાં લક્ષ્મીકાન્ત આશ્રમ રોડ નો ખુબજ વિકાસ થઇ રહ્યો છે, સુરતનાં પિપલોદ વિસતારમાં આવેલ ગૌરવ પથ ઊપર રવીવારનાં દિવસે આખુ સુરત ઊમટી પડે છે. સાથે જ અડાજ્ણ અને પાલ વિસ્તાર ખુબજ ઝઙપથી વિકસતા વિસ્તાર છે.ટુક સમયમા શરુ થનાર બી આર ટી એસ યોજનાથી પરીવહન ઉચ્ચ સગવડતા વાળુ અને ઝડપી બની જશે.
  • સુરત એ ચંદીઘર અને મૈસુર પછી "સૌથી ચોખ્ખું" શહેર છે. સુરત એક જમાના માં ભારત દેશ નું સૌથી મોટું શહેર હતું. અને ૨૦૦૮ માં સુરત શહેર નો GDP growth rates સૌથી વધારે ૧૧.૫ % હતો.
હવામાન
  • શિયાળાનું તાપમાન : મહત્તમ ૩૧° સેં., અલ્પતમ 10.2° સેં.
  • ઊનાળાનું તાપમાન : મહત્તમ ૪૨.૭° સેં., અલ્પતમ ૨૪° સેં.
  • વરસાદ (મધ્ય-જુન થી મધ્ય-સપ્ટેંબર) : આશરે ૯૩૧.૯ મીમી
  • અત્યાર સુધીનું સૌથી ઓછુ તાપમાન : ૬.૫° સેં.
  • અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન : ૪૮° સેં.

ગુરુવાર, 29 મે, 2014

gujaratguardian

BIJA NI BHULO KADHVA KARTA BHULO SUDHARVA PRAYTNO KARVA.

      એક ખુબ પ્રખ્યાત ચિત્રકાર હતો. એને પોતાની કળા પર ખુબ જ ગર્વ હતો. એણે એક દિવસ ખુબજ સુંદર અને અદભુત ચિત્ર બનાવ્યુ. એણે એ ચિત્ર પોતાના નગરની વચ્ચોવચ મુક્યુ અને સાથે સાથે એક લખાણ પણ મુક્યુ, લખાણમાં લખ્યુ કે "આ ચિત્રમાં જેને પણ જરા અમથી પણ ભુલ લાગે એ જગ્યાએ નિશાન કરી દેવુ."
સાંજે જ્યારે એ પોતાનું ચિત્ર જોવા આવ્યો તો તેણે પોતાના ચિત્રને નિશાનોથી ભરેલી જોઇ. આ જોઇ એનું હ્રદય ભરાઇ આવ્યું પોતાની કલાનું આવુ અપમાન એ સહન ના કરી શક્યો તેથી એણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો.
આત્મહત્યા કરવા જતા રસ્તામાં તેને એક મિત્ર મળ્યો. મિત્રએ પુછ્યુ, "એ દોસ્ત, કેમ આટલો દુઃખી છો ? જે પણ હોય મને જણાવ મારથી બનતી કોશીશ કરીશ" આ સાંભળ્યા પછી ચિત્રકારે પોતાની આપવિતી સંભળાવી. આ સાંભળી તેના મિત્રએ કહ્યુ, "બસ ... ! આમ આટલી નાની અમથી વાતમાં આત્મહત્યા ના કરાય. જો સાંભળ, હવે હું કહુ એમ કરજે. તેને કિધુ કે હવે બીજુ સુંદર પણ સહેજ ભુલોથી ભરેલું ચિત્ર બનાવ અને તેની સાથે લખાણમાં મેં કહ્યુ એમ લખજે" પછી ચિત્રકારે વિચાર્યુ ચાલને તેના વિચાર પ્રમાણે કરી જોઉં..........

બિજા દિવસે એ ચિત્રકારે એક સુંદર પણ સહેજ ભુલ ભરેલ ચિત્ર બનાવ્યુ અને સાથે એક લખાણ પણ મુક્યું. લખાણમાં તેના દોસ્તના કહ્યા પ્રમાણે લખ્યુ કે "જેને પણ આ ચિત્રમાં ભુલ દેખાય તો તેને તરત જ જાતે સુધારી લેવી"

પછી ચિત્રકારે સાંજે જઇને જોયુ તો .. આશ્ચર્ય...!! આખુ ચિત્ર એમ ને એમ જ. કોઇજ નિશાન ના મળ્યુ જેવી મુકી હતી તેવીને તેવી જ હતી...!!!

Moral (
સારાંષ) :-

લોકોની ભુલો કાઢવી ખુબ આસાન છે પણ એને સુધારવી ખુબજ અઘરી છે. જેની ભુલ તમે સુધારી શક્તા ના હોય એ ભુલ કદી કાઢવી જ નઇ...........

THINK.......



પ્રભાવશાળી વ્યક્તિત્વ બનાવો..........
‘General Electric’ કંપનીથી આજે કોણ પરિચિત નથી. ૨૦૦૧માં તે કંપનીના સી.ઇ.ઓ તરીકે જેફ્રી આર. ઇમ્મલેટની નિમણૂક થઇ અને એક નવા વાતાવરણનું સર્જન થયું. કર્મચારી કંપનીની કરોડરજ્જુ છે અને તેના વગર કંપની ચાલી જ ના શકે તે વાસ્તવિકતા છે. જ્યારે તેણે કંપનીની વાત કરી તો તેઓએ માત્ર એટલું જ કહ્યું કે હું આ કંપની સાથે સપ્તાહમાં સાત દિવસ અને દિવસમાં ચોવીસ કલાક વાત કરું છું અને તમારાથી કંઇ છુપાવવા જેવું છે પણ નહી. આપણે એક એવી કંપની છીએ જે ૧૧૦ વર્ષ જૂની છે અને તે પણ ઉચ્ચ ગુણવત્તાના નેતૃત્વવાળી, જેના નામના મહાન રેકોર્ડ છે અને સૌથી મોટી વાત તો એ છે કે આપણે તેને પ્રામાણિક સંસ્કૃતિથી ચલાવનારા છીએ. શું જરૂર હતી એક સી.ઇ.ઓને તેના કર્મચારીને આવું કહેવાની આ કંપની એકની નહીં પણ આપણી છે? તેણે આ વાત કહીને તેના કર્મચારીમાં વિશ્વાસ તો જગાવ્યો જ પણ તેને કંપનીના વફાદાર બનાવવા પ્રતિબદ્ધ કરી દીધા. જેફ્રી આર. ઇમ્મલેટ આજે કંપનીના પ્રેસિડન્ટ અને સી.ઇ.ઓ સાથે અમેરિકન સરકારના Council on Jobs and Competitiveness ના ચેરમેન પણ છે.

નિયમો કોના માટે?
           તમે કોઇ કંપનીના દરવાજામાં પ્રવેશ કરશો કે તમને એક નિયમોનું પાટિયું દેખાશે, થોડા આગળ વધશો તો વાંચવા મળશે No Smoking. પ્રથમ વખત પ્રવેશ કરનારને એવું લાગે કે કેટલું અનુશાસન છે આ કંપનીમાં! પણ જેવી તે વ્યક્તિ તે કંપનીના સંચાલકો પાસે પહોંચશે કે તેનો ભ્રમ તૂટી જશે, કેમ કે તેનું સ્વાગત કરનાર તે કંપનીના માલિક તો ઓફિસમાં બેસીને સિગારેટ પિતા હોય છે. નિયમો માત્ર કર્મચારી માટે નથી બનતા તે તમારા માટે પણ બને જ છે. તમારાથી કર્મચારી એટલા માટે ડરે છે, કેમ કે તેની રોજીરોટી તમારા પર નિર્ભર છે. તમે નિયમોનું પાલન કરશો તો કોઇ પણ તેને તોડવાનો પ્રયત્ન નહીં કરે ત્યારે તેનું કારણ ડર નહીં હોય પણ તે તમારા પ્રત્યેની શ્રદ્ધા હશે.

શિસ્ત એ જવાબદારી છે..............
      શિસ્ત આપણને પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. અમેરિકા જેવા દેશની પ્રગતિ પાછળ તે દેશની જનતાએ કરેલ નિયમોનું સ્વેચ્છાએ પાલન છે. શિસ્તભંગ ના થાય તેનો કેટલો ખ્યાલ રાખે છે! તમને યાદ હશે કે તમને સ્કૂલમાં વારંવાર એવું કહેવામાં આવ્યું હશે કે શિસ્ત તો આર્મી જેવી હોવી જોઇએ, જેણે કેમ્પની મુલાકાત લીધી હશે તેને ખ્યાલ હશે કે એકસાથે હજાર પગ ફરે તો તમને લાગે કે એક સેકન્ડમાં એક ચક્ર ફરી ગયું. આર્મીમાં એક દોરા જેટલી પણ ભૂલ ના થાય તેટલો આગ્રહ કેમ રાખવામાં આવે છે, કેમ કે શિસ્ત એ જવાબદારીનું ભાન અપાવે છે.

પોતાના નિયમનું પાલન.........
           જે વારંવાર પોતાના નિયમો બદલી કાઢે છે તે ક્યારેય સફળતાના દરવાજા સુધી નથી પહોંચી શકતા. કારણ માત્ર એ નથી કે તે મહેનત ઓછી કરે છે પણ તેને તેના પર જ વિશ્વાસ નથી. આપણે બીજી વ્યક્તિ પર પ્રભુત્વ મેળવી શકાતા નથી પણ પોતાના પર તો તે મેળવી શકે છેને! તમે કંપનીને ત્યારેજ ઉંચાઇ આપી શકશો જ્યારે તમે તમારા નિયમોનું પાલન કરતા હશો.

જીવનમાં અનુશાસન............
           વિકાસ માટે જીવનમાં અનુશાસન ખૂબ જરૂરી છે. હકીકત એ જ છે કે જેણે શિસ્તમાં રહેવાનું સ્વીકાર્યું તે આજે નહીં તો કાલે પણ મહાન જરૂર બનશે. તમને અઝીમ પ્રેમજી જેવું માન-સન્માન ત્યારેજ મળે જો તમારા જીવનમાં અનુશાસન હોય.

તમારા જીવનનો પ્રથમ અને શ્રેષ્ઠ વિજય એ જ છે કે તમે તમારા પર પ્રભુત્વ મેળવી શકો.
- પ્લેટો

JIVAN MA SHIST JARUR APNAVO........



      મનુષ્યએ વિકાસ સાધ્યો છે તો તેનામાં રહેલ શિસ્ત અને નિયમનને કારણે, કેમ કે જેની પાસે પોતાનું નિયમન નથી તે કઇ રીતે વિકાસ કરી શકે? સફળતા માટે જેમ ધીરજ અને પરિશ્રમની જરૂર છે તેમ અનુશાસન પણ તેટલું જ મહત્ત્વનું છે.
        જમવાના મેળાવડાથી લઈને સંસદ ભવન સુધી નિયમોનું અનુશાસન નથી અને આ હકીકત છે. માનતા ના હોય તો ક્યારેક કોઇ મોટા ફંક્શનમાં જજો જ્યાં ધુરંધરો વક્તવ્યો આપવા પધાર્યા હોય અને સ્વાભાવિક છે ધુરંધરો હોય ત્યાં તેને સાંભળવા આવનાર વર્ગ બુદ્ધિજીવી જ હશે! વક્તવ્ય ચાલતું હશે અને જો કોઇ તેમાંથી ઊભું થશે તો બધા હાહાકાર મચાવી દેશે જાણે બધા શિસ્તના આગ્રહીના હોય. જો તમારે તેમની શિસ્તનું ઓરિજિનલ સ્વરૂપ જોવું હોય તો ફંક્શનમાં લંચ બ્રેક પડે ત્યારે જોઈ લેજો કે તેના માટે શિસ્તનું કેટલું મહત્ત્વ છે. પડાપડી કરી મૂકશે કે જાણે તેને જમવાનું મળશે જ નહીં. રસ્તા પર ટ્રાફિકજામ માટે જવાબદાર કોણ છે? આપણે જ. આપણને આદત પડી ગઇ છે જો પોલીસ ના હોય તો સિગ્નલને ફોલો નહીં કરવાનું અને પોતાની રીતે ફટાફટ નીકળી જવાનું, રોડ પર જે થવું હોય તે થાય જ્યાં જોઈએ ત્યાં અવ્યવસ્થા અને અંધાધૂંધી જોવા મળે છે. કયા પ્રકારનું અનુશાસન છે આ? સફળતા માટેનું સૌથી મોટું પરિબળ છે કે તમે તમારા નિયમોને વળગી રહો. અનુશાસન એવું નિર્માણ કરો કે તેમાં પહેરેદારથી બોર્ડ ઓફ ધ ડિરેક્ટર સુધીના તમામ તેને અનુસરી શકે. નિયમોનું આક્રમણ કરતા પહેલાં એ જરૂરી છે તેનું પાલન કરવાવાળા તેનું પાલન કરે. નિયમોનું પાલન શિસ્ત આગ્રહી લોકો જ કરી શકે અને તે શિસ્ત બજારમાં નથી મળતી. મહાત્મા ગાંધી એવું કહેતા કે આપણે દબાણથી ક્યારેય અનુશાસન નહીં શીખીએ. દબાણથી ડર પેદા થાય છે જેમ આપણે ટ્રાફિક સિગ્નલ પર પોલીસને જોઇને નિયમોનું પાલન કરીએ છીએ અને જો તે ના હોય તો?

MY SCHOOL

http://www.sungraceschool.in