ગુરુવાર, 29 મે, 2014

JIVAN MA SHIST JARUR APNAVO........



      મનુષ્યએ વિકાસ સાધ્યો છે તો તેનામાં રહેલ શિસ્ત અને નિયમનને કારણે, કેમ કે જેની પાસે પોતાનું નિયમન નથી તે કઇ રીતે વિકાસ કરી શકે? સફળતા માટે જેમ ધીરજ અને પરિશ્રમની જરૂર છે તેમ અનુશાસન પણ તેટલું જ મહત્ત્વનું છે.
        જમવાના મેળાવડાથી લઈને સંસદ ભવન સુધી નિયમોનું અનુશાસન નથી અને આ હકીકત છે. માનતા ના હોય તો ક્યારેક કોઇ મોટા ફંક્શનમાં જજો જ્યાં ધુરંધરો વક્તવ્યો આપવા પધાર્યા હોય અને સ્વાભાવિક છે ધુરંધરો હોય ત્યાં તેને સાંભળવા આવનાર વર્ગ બુદ્ધિજીવી જ હશે! વક્તવ્ય ચાલતું હશે અને જો કોઇ તેમાંથી ઊભું થશે તો બધા હાહાકાર મચાવી દેશે જાણે બધા શિસ્તના આગ્રહીના હોય. જો તમારે તેમની શિસ્તનું ઓરિજિનલ સ્વરૂપ જોવું હોય તો ફંક્શનમાં લંચ બ્રેક પડે ત્યારે જોઈ લેજો કે તેના માટે શિસ્તનું કેટલું મહત્ત્વ છે. પડાપડી કરી મૂકશે કે જાણે તેને જમવાનું મળશે જ નહીં. રસ્તા પર ટ્રાફિકજામ માટે જવાબદાર કોણ છે? આપણે જ. આપણને આદત પડી ગઇ છે જો પોલીસ ના હોય તો સિગ્નલને ફોલો નહીં કરવાનું અને પોતાની રીતે ફટાફટ નીકળી જવાનું, રોડ પર જે થવું હોય તે થાય જ્યાં જોઈએ ત્યાં અવ્યવસ્થા અને અંધાધૂંધી જોવા મળે છે. કયા પ્રકારનું અનુશાસન છે આ? સફળતા માટેનું સૌથી મોટું પરિબળ છે કે તમે તમારા નિયમોને વળગી રહો. અનુશાસન એવું નિર્માણ કરો કે તેમાં પહેરેદારથી બોર્ડ ઓફ ધ ડિરેક્ટર સુધીના તમામ તેને અનુસરી શકે. નિયમોનું આક્રમણ કરતા પહેલાં એ જરૂરી છે તેનું પાલન કરવાવાળા તેનું પાલન કરે. નિયમોનું પાલન શિસ્ત આગ્રહી લોકો જ કરી શકે અને તે શિસ્ત બજારમાં નથી મળતી. મહાત્મા ગાંધી એવું કહેતા કે આપણે દબાણથી ક્યારેય અનુશાસન નહીં શીખીએ. દબાણથી ડર પેદા થાય છે જેમ આપણે ટ્રાફિક સિગ્નલ પર પોલીસને જોઇને નિયમોનું પાલન કરીએ છીએ અને જો તે ના હોય તો?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

MY SCHOOL

http://www.sungraceschool.in