સોમવાર, 1 જૂન, 2015

છેક સુધી લડી લેવું કે છેક સુધી આનંદ લેવો એ આપણી ગુજરાતી પરંપરા છે કે નહી ?



છેક સુધી લડી લેવું કે છેક સુધી આનંદ લેવો એ આપણી ગુજરાતી પરંપરા છે કે નહી ?

જેમ કે,

શેમ્પુની બોટલ ખાલી થાય પછી પાણી નાખીને વીછળીને એક-બે વખત એ ચલાવે.

ટુથ-પેસ્ટ ખલાસ થયા પછી ચપટી કરી છેડેથી દબાવી દબાવી બે જણા એક દિવસ ચલાવે.

મળેલ ભેટ તો ઠીક પણ ભેટ ઉપરના રેપર પણ રી-સાયકલ કરવાની કેવી મજા આવે.

બોન ચાયનાની ક્રોકરી ઘરમાં આવતા મહેમાન માટે જ હોય, બાકી કજોડા કપ-રકાબીની મોજ.

ટીવીના રીમોટને પાછળ ઠબકારી ઠબકારી તોડી નાખશું પણ પચી રૂપીયાના સેલ નહી નાખીએ.

ઇમ્પોર્ટેડ શાકભાજીના રવાડે - આ રસોઈ શોને કારણે ચડીએ. જેમ કે બ્રોકોલી પણ કોથમરી મફત જ માંગવાની.

સોનાના ભાવ વધે કે ઘટે... ખરીદવું એટલે ખરીદવું જ.
પહેરવા માટે? એટલે શું?

પાણીપુરી ખાતી વખતે ઓર તીખા ઓર તીખા, પછી મફતની એક પુરીમાં જાણે આખું રજવાડું લઈ લીધું હોય એમ રાજીપો આવે.

ટી-શર્ટ જુનું થાય એટલે નાઈટ ડ્રેસ, અને એ પણફાટી જવા આવે એટલે હોળીનો યુનિફોર્મ અને પછી? પછી કાર-બાઈક સાફ કરવાનું પોતું.

લગ્ન પ્રસંગમાં કે પાર્ટીમાં ભોજન પ્રસંગે જવાનું હોય તો?

સવારથી ઉપવાસ.
કાં ? સરખું જમી શકાય ને.

પીઝા પાર્લર્સમાં મફતમાં મળતાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ (આમ તો ઘરે મરચાંના બી આવે તો કકળાટ કરે) બઠાવી લેવાના. અને એ બઠાવેલા પડીકા પડે પછી મેગી નુડલ્સમાં.

બીસ્લેરીની ખાલી બોટલ મહીનાઓ સુધી રેફ્રીજરેટરમાં ઉપયોગમાં લેવાય.

પંજાબી ફુડ પાર્સલ સર્વીસવાળાના ડબ્બાઓ ઓફીસના લંચ બોક્સ તરીકે આવે.

અમુલ શીખંડના ખાલી ડબ્બા મસાલા અને નાસ્તા ભરવા માટે ઉપયોગમાં લેવાય.

લાસ્ટ બટ નોટ લીસ્ટ (કેર ફુલ)

એન્ટીક્વીટી કે મેક્ડોવેલ નં-૧ ની ખાલી બોટલમાં મની પ્લાન્ટ ઉગાડવામાં આવે.
 
     Tr. Nilkanth Gamit

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

MY SCHOOL

http://www.sungraceschool.in